શ્રી ગ્રેટર બૉમ્બે વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ
સંચાલિત
માતુશ્રી મણિબેન મણશી ભીમસી છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડ
માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ લક્ષ્મીચંદ મોદી ઈનામ વિતરણ સમારોહ
અને જ્ઞાનદાતા સન્માન સમારોહ સાન્તાક્રુઝ સ્થાનકવાસી જૈન સંઘ વેસ્ટને આંગણે
રવિવાર તા. ૧૬/૪/૨0૨૩ ના સાનંદ સંપન્ન.
જય જિનેન્દ્ર
- સાન્તાક્રુઝ સુલશા શ્રાવિકા મહિલા મંડળના પ્રમુખશ્રી દેવીબેન દ્વારા મંગલાચરણ કરાવામા આવ્યુ તથા મંડળના એક બહેને ભાવવાહી સુંદર ‘સ્વાગત ગીત’ રજૂ કરીને સૌનું ભાવભીનું સ્વાગત કર્યું .
- ત્યારબાદ ખેતશી રતનસી જૈન પાઠશાળા દાદર ના બાળકોએ નીતાબેન ગાલા અને ટીચર્સ ગ્રુપ દ્વારા સ્વરચિત, સ્વદિગદર્શિત ‘માતૃશ્રી મણિબેન મણસી ભીમશી છાડવા જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ’ની ગૌરવવંતી ગાથા કહેતું play- ‘સાચી દિશા’ ખૂબ જ લાક્ષણિક અદા મા ભજવ્યુ.
- જૈન પાઠાવલી શ્રેણી એક અને બે હિન્દી ન્યૂ કોર્સ બૂક્સનું વિમોચન થયું, જેથી દેશ વિદેશ ના બાળકો અને વડીલો બધા એક્ઝામ આપી શકે.
- ડિજિટલ જમાના ને અનુસાર ટીચર્સ અને સ્ટુડન્ટ્સ માટે મોબાઈલ એપ નું ડેમોસ્ટ્રેશન સાથે લોન્ચિંગ થયું, જેમાંથી આપ બુક્સ, રિઝલ્ટ, સર્ટિફિકેટ આદિ ડાઉનલોડ કરી શકશો.
- આવતા ઓક્ટોબર/ નવેમ્બર દરમિયાન પાઠશાળાના બાળકો માટે એક માહિતી સભર ટેલેન્ટ શો કોમ્પિટિશન યોજવાની જાહેરાત કરવામાં આવી. વિવિધ ટોપિક્સ પર બાળકો પરફોર્મ કરશે અને ટોપ થ્રી પરફોર્મન્સ ને રૂપિયા 50,000 થી વધારે પ્રાઈઝ આપવામાં આવશે.
- મેળાવડા દરમિયાન પાઠશાળા, મહિલા મંડળ ના ઉત્તમ પરફોર્મન્સ ધ્યાનમાં રાખી વિવિધ સંઘોને, પાઠશાળા અને મંડળ ને પણ ઈનામથી નવાજવામાં આવ્યા.
- 2023 માં બે પ્રકારની કેટેગરી પ્રમાણે પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવ્યા.
- ક્રાઈટેરિયા 1) પરીક્ષાર્થીઓની સંખ્યા પ્રમાણે એટલે કે 2022 માં કેટલી સંખ્યા હતી અને 2023 માં કેટલી સંખ્યા હતી એ પ્રમાણે કમ્પેરીઝન કરીને ટકાવારી કાઢવામાં આવી હતી અને
- ક્રાઈટેરિયા 2) બીજામાં પરીક્ષાઓમાં પાસ થયેલા એમાં હાઈએસ્ટ એવરેજ માર્કસની અપેક્ષાએ એમની ટકાવારી પ્રમાણે નંબર આપવામાં આવ્યા હતા.
- જેમાં નીચે મુજબના મહિલા મંડળ અને પાઠશાળા એ ટોપ 3 માં સ્થાન મેળવી મોટા ઇનામો જીત્યા હતા.
ક્રાઈટેરિયા 1 વિનર્સ:
મહિલા મંડળમાં
- નાલા સોપારા ઇસ્ટ પૂનમ કોકીલ મહિલા મંડળ
- કાંદીવલી ઇસ્ટ અશોકનગર રાજુલ મહિલા મંડળ
- જોગેશ્વરી ઇસ્ટ ચંદનબાલા મહિલા મંડળ
પાઠશાળામાં
- ઘાટકોપર હિંગવાલા પાઠશાળા
- અંધેરી ભરડાવાળી રૂપચંદ્ર જૈન પાઠશાળા
- દાદર ખેતસી રતનસી ગડા જૈન પાઠશાળા
ક્રાઈટેરિયા 2 વિનર્સ:
મહિલા મંડળમાં
- દાદર વેસ્ટ મુક્તિ મહિલા મંડળ
- સાન્તાક્રુઝ વેસ્ટ સુલશા શ્રાવિકા મહિલા મંડળ અને
- નાલાસોપારા ઇસ્ટ પૂનમ કોકીલ મહિલા મંડળ.
પાઠશાળામાં
- ઘાટકોપર હિંગવાલા પાઠશાળા
- માટુંગા નરભેરામ અંદરજી શેઠ જૈનશાળા
- દાદર ખેતશી રતનશી ગડા જૈન પાઠશાળા
જૈનશાળામાં બાળકોની સંખ્યા વધે, તેઓ રસ લઈને ધર્મ શીખે અને આચરે તે માટે મોસ્ટ ક્રિએટિવ પાઠશાળા એક નવો ક્રાઈટેરિયા બતાવવામાં આવ્યો અને તેમાં જે ટોપ થ્રીમાં સ્થાન પામશે તેમને રૂપિયા 50,000 થી વધારે પ્રાઈઝ આપવામાં આવશે. ધાર્મિક શિક્ષણ બોર્ડ હંમેશા પ્રયત્ન કરે છે કે ખાલી કોન્ટીટી નહીં પણ ક્વોલિટી પણ વધે.
રેગ્યુલર, ઓપન બુક અને ક્રેશ કોર્સ ની પરીક્ષા આપનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.
ગત બે પરીક્ષા દરમિયાન 24 મી શ્રેણી ઉત્તિર્ણ કરનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી આપવામાં આવી બાકીના 155 વિદ્યાર્થીઓને ટ્રોફી એમના જ્ઞાનદાતાઓ દ્વારા આપવામાં આવી હતી.
જ્ઞાનદાતાઓને ઉચિત પુરસ્કાર થી સન્માનિત કરવામા આવ્યા.
સાન્તાક્રુઝના સંઘ પ્રમુખ શ્રી સંજયભાઈ અને તેમના કમિટી મેમ્બર નું અનુમોદન કરી સન્માન આપ્યું.
ખંત અને ખુમારીથી સફળ નેતૃત્વ કરનાર, ઉત્સાહી, યુવા પ્રમુખ શ્રી સમીરભાઈ શેઠના માર્ગદર્શન અને કારોબારી કમિટીના કર્તૃત્વના કારણે ખૂબ જ સુંદર રીતે પ્રોગ્રામ સંપન્ન થયો
કાર્યક્રમનું નું સુંદર સંચાલન મધુરભાષી શ્રી છાયાબેન કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે પ્રોગ્રામ ખૂબ રસપ્રદ અને માહિતીપ્રદ રાખ્યો હતો.
આ પ્રોગ્રામને સફળ કરવામાં સાથ આપનાર સર્વેનો આભાર.
અંતમાં પ્રમુખશ્રી સમીરભાઈએ જે ચાર “0” નો સંદેશો આપ્યો હતો તેઆપ સર્વે યાદ રાખજો, ઓરીજનલ, ઓપન બુક, ઓનલાઇન અને ઓરલ એક્ઝામ આપી પરમાત્મા ની વાણી હૃદયસ્થ કરો, બીજાને પણ પ્રેરણા આપી અનુમોદનાનો લાભ લેશોજી,
એ જ ભાવ સાથે જય જિનેન્દ્ર.