પરમ પૂજ્ય ગુરુભગવંતો અને સંત સતીજી ના માર્ગદર્શન અને પ્રેરણાથી અભ્યાસ ક્રમમાં યોગ્ય સમયે-સમયે સુધારા થતા રહ્યા તે બદલ તે સહુનો અસીમ અસીમ ઉપકાર. જ્ઞાનવિકાસ અર્થે આગમપ્રેમી સુશ્રાવકો અને સુશ્રાવિકા એ અભ્યાસક્રમ ભગીરથ પુરુષાર્થથી તૈયાર કર્યોં, તેમ જ પુસ્તક પ્રકાશનમાં નામી અનામી પ્રત્યક્ષ પરોક્ષ યોગદાન આપનાર શ્રુત અનુંમોદક સહયોગી અનુમોદક નો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તેઓશ્રીનો ભગીરથ પુરુષાર્થ અનુમોદનીય છે.
મહાસંઘ અને ધાર્મિક શિક્ષણ બોર્ડ ના પ્રત્યેક ભૂતપૂર્વ પ્રમુખ અને સમિતિ નો ભગીરથ પ્રયાશ ખરેખર અનુમોદનીય છે જેમને જિનશાશન ને ઝળહળતું રાખ્યું છે.
જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ ધાર્મિક શ્રેણી ની પરીક્ષા છે. આ પરીક્ષા હરીફાઈ માટે નથી. માટે આ પરીક્ષામાં કોઈની સાથે સરખામણી ન કરતા, આતો મારા આત્માની સલામતી માટેનો મારો પુરુષાર્થ છે એમ વિચારીયે. સ્વાધ્યાયરૂપ પરીક્ષાની તૈયારી કરતી વખતે અને પરીક્ષા દરમ્યાન વધુમાં વધુ સમય શુભ એન શુધ્ધ યોગમાં વ્યતીત થાય છે. સમ્યક્ યોગ ઉપયોગની પ્રવૃત્તિ આત્માના સદ્ ગુણો નો વિકાસ કરાવે છે.
તો ચાલો , ધાર્મિક શ્રેણી ના અભ્યાસમાં શ્રેણી ચઢીને મોક્ષ માર્ગ માં આગળ વધી આ ઉત્કૃષ્ટ માનવ ભવ સફળ કરીયે.
ધાર્મિક શિક્ષણ બોર્ડ ના જય જીનેન્દ્ર